-:: અગત્યની સૂચના ::-
આથી શાળાના તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, શૈક્ષણિક કાર્યની વહીવટી સરળતા માટે નીચે મુજબની બાબતોની
ખાસ નોંધ લેવી અને સમયમર્યાદાનું પાલન કરવું:
૧. નામ કમી કરાવવા બાબત એલ.સી (L.C.) મેળવવા બાબત:
- જે વિદ્યાર્થીઓએ શાળામાંથી નામ કમી કરાવી એલ.સી. (Leaving Certificate) મેળવવું હોય, તેમણે તા. ૩૧/૦૫/૨૦૨૬ સુધીમાં શાળાની ઓફિસમાં આધારભૂત પુરાવા સાથે લેખિત
અરજી જમા કરાવી દેવાની રહેશે.
૨. નિયત તારીખ પછી અરજી કરનાર માટે ફીના નિયમો:
- જો નિયત તારીખ (૩૧/૦૫/૨૦૨૬) પછી અરજી મળશે અને
વિદ્યાર્થીનું નામ ઓનલાઈન સિસ્ટમમાં આગળના ધોરણમાં અપડેટ થઈ જશે, તો તેવા કિસ્સામાં અરજી આપનાર વિદ્યાર્થીએ જૂન માસની ફી તેમજ ચાલુ સત્રની પૂરેપૂરી ફી ફરજિયાત ભરવાની રહેશે.
૩. એલ.સી. (L.C.) મળવાનો સમય:
- લેખિત અરજી આપ્યાના ૭ (સાત) દિવસ પછી જ શાળામાંથી એલ.સી. આપવામાં આવશે. તાત્કાલિક એલ.સી. મળી
શકશે નહીં.
૪. ખાસ નોંધ:
- નિયત સમયમર્યાદા વીતી ગયા બાદ આ બાબતે પાછળથી કોઈ પણ
પ્રકારની રજૂઆત, વિરોધ કે તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક વાલીએ ખાસ નોંધ લેવી.