Monday, 22 February 2021

લોકોને મદદરૂપ એવા ફોર્મ આમાં મળી રહેશે

 પાલક માતા-પિતા અરજી ફોર્મ। 

L C નામ અટક સુધારા અને માહિતી માટેનું ફોર્મ 

પાલક માતા-પિતા અરજી ફોર્મ 

આવકનું પ્રમાણપત્ર મેળવવા અંગેનું ફોર્મ 

 બિન અનામત વર્ગ પ્રમાણપત્ર (નોન ક્રિમિલિયર સર્ટિ) મેળવવાનું ફોર્મ

 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ

અનુસૂચિત જાતિ જન જાતિ નું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ 

ડોમીસાઈલ સર્ટી મેળવવા માટેનું ફોર્મ 

સિનિયર સીટીઝન અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ  

લગ્ન નોંધણી માટેનું ફોર્મ  

મતદાર યાદી નોંધણી ફોર્મ

ખેડૂત ખાતેદાર હોવા અંગેનું દાખલો મેળવવાનું ફોર્મ  

રેશનીંગ કાર્ડ અંગેના ફોર્મ

નવું બારકોડ રેશનકાર્ડ મેળવવા અંગેનું ફોર્મ 

ચાલુ બારકોડ રેશનકાર્ડ કૌટુંબિક નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ 

બારકોડ રેશન કાર્ડ માં સુધારો કરવા નામ અટક ભૂલ સુધારવા માટે નો અરજી ફોર્મ 

ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ  

બારકોડ રેશન કાર્ડ સુધારો કરવા તાલુકા જિલ્લાના સ્થળાંતર કિસ્સામાં અરજી કરવા બાબત નું ફોર્મ 


 

Friday, 5 February 2021

ઊંધા સૂઈ જવાનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે


 બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધશે

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શરીરમાં ઓક્સિજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે. 
    ઓક્સિજન લેવલ વધારવાની કોઈ દવા નથી 
    ઓક્સિજન લેવલ વધારવાની ટિપ્સ અંગે તેમણે કહ્યું કે, યોગમાં દિવસમાં બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. સા જ રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી. કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓક્સિજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.
    શું કપૂર, લવિંગ, અજમો ઓક્સિજનનું વધારશે લેવલ?
    આ વાયરલ પોસ્ટને (Viral post) કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ શેર કરી છે. આ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કપૂર (Camphor), લવિંગ (Clove) અજમો (Carrom seeds) અને નીલગિરી તેલનાં (Eucalyptus oil) થોડા ટીપાં સુંઘવાથી શરીરમાં કન્જેશનની સમસ્યાને દૂર કરી ઓક્સિજનનું સ્તર (Oxygen level increase) વધારવામાં મદદ કરે છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે - 'કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીના તેલના થોડા ટીપાં મીક્સ કરી એક પોટલી બનાવી તેને દિવસભર સુગંધતા રહો. આ કરવાથી શરીરનો ઓક્સિજન લેવલ વધે છે અને કન્જેશનની સમસ્યા દૂર થાય છે. આ પ્રકારની પોટલી લદાખમાં પણ પર્યટકોને આપવામાં આવે છે. જ્યારે તેમનું ઓક્સિજનનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. આ એક ઘરેલું ઉપાય છે (Home remedy).

    benar

     

    Search This Blog