કારકિર્દીના પંથે (ડિજિટલ વિશેષાંક) 2025.
પ્રિય વિદ્યાર્થી મિત્રો
કારકિર્દી માટે મહત્વના એવા ધોરણો 10 અને 12 ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવીએ છીએ
વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે કારકિર્દી ઘડતરનું મહત્વપૂર્ણ તબક્કો ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ શરૂ થાય છે બાળકની સહરૂચિ પ્રમાણે કારકિર્દી પસંદગીનો નિર્ણય લેવાય છે તો ઉત્તમ પરિણામો મેળવે છે ધોરણ 10 અને 12 પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ
ધોરણ 10 અને 12 પછી શું કરવું?:આંગળીના ટેરવે માહિતી મળશે, તમામ કોર્સના પાછલા વર્ષનું મેરિટ પણ જાણી શકાશે; અમદાવાદ DEOનો પ્રોજેક્ટ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે 'કારકિર્દીના પંથે - 2025' ડિજિટલ વિશેષાંકનું વિમોચન કરાયું.
ધો.10 અને ધો.12 પછી કારકિર્દીનો પંથ પસંદ કરવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે આ વિશેષાંક.